Saturday 13 August 2011

રક્ષાબંધન



આજે ઉઠતા ની સાથે
મારા જેવા કેટલાક લોકો ના દિલમાં
ખાલી ખાલી લાગ્યું...


હાથ પર શોભતી રાખડી
કપાળ પર કુમકુમ તિલક જોઈ
ઈર્ષ્યા થઇ...


મારા અધૂરા નસીબ ને
શું દોષ દઉં?
બસ, રડી લઉં છું એક દિ'
કાશ... મને પણ
કોઈ રાખડી બાંધનાર
બહેન હોત...!





Wednesday 10 August 2011

મેઘા ની પધરામણી





















તપતી'તી ધરતી ને તપતા'તા આભલાં ,
ક્યારે ભરાશે નવા નીર થી આ છાબલા ?
ખેડૂતે માંડી છે મીટ ઊંડા આભ માં ,
વરસાદ વરસવા ના ભૂંડા ખ્વાબ માં !

આષાઢી ઘન ને વાયો પવન ,
હવા ચલી ગલી માં સન સનન..!
ગરજે છે વીજળી ને ધડકે છે આત્મા ,
આવ્યા છે નીર નવા સરિતા ની પાસ માં !

ઓઢ્યા છે વસુંધરા એ લીલા ચંદરવા ,
ડૂબી છે ધરતી એના પ્રીતમ ના પ્રેમ માં !
ભીંજાતા ઓરડા ને ભીંજાતા ખોરડા ,
માટી ની મહેક લઇ સમીર વાયો છે જોર માં !

ભીંજાતી સંગીની ને ભીંજાતી ધરતી ,
આવે છે વર્ષા રાણી આભ માંહી સરતી !
ભીંજાય છે લીમડાં ને ભીંજાય છે પીપળા ,
વરસતા મેઘ માં આંસુ ન દેખાય આંખ ના !

વીજળી ના કડાકા ને કળા-ડીબાંગ વાદળા ,
આ વિરહ ની વેદના નાં સરકે ના ધાબળા !
નાચી છે પ્રકૃતિ મિલન ના તાન માં ,
વધ્યાં છે જળના તળ ધરતી ની શાન માં !

પણ, ભીંજાતા હૃદય ને ક્યાં છે ખબર ?
કવિતા લખાય છે એકલતા ની આગ માં..!



Wednesday 13 July 2011

ક્યારે પડશે વરસાદ..?


તું ગરજ ગરજ, તું વરસ વરસ,
તું આજે અમને ભીંજવી જા...
ગગન ગરજે, બદન તડપે, ઓ મેહુલા;
તું આજે અમને ભીંજવી જા..!

જો થાય તો થઇ જાય ભલે,
વરસાદ ની એક ફૂલઝડી...
તડપાવ નહિ, ભરમાવ નહિ;
તું આજે અમને ભીંજવી જા..!

છે પવન પવન, છે અંધ ભવન,
છે કાળા ગગન, પ્રગટ્યા પ્રેમ હવન...
વાંઝણી નદી, વીતી ગયી સદી ઓ મેહુલા;
તું આજે અમને ભીંજવી જા..!




Wednesday 8 June 2011

કવિરાજ ની દ્રષ્ટિ એ "દોસ્તી"




ક્યારેક કોઈને મળવાનું થાય મન તો ,
ક્યારેક કોઈને યાદ કરીને રડે આ મન..
જૂની યાદો માં ખોવાઈ જઈને ,
જો આંખો થી ખરે આંસુ તો એ છે દોસ્તી..!

ક્યારેક દિલ ને બહુ સૂનું-સૂનું લાગે,
તો ક્યારેક મુશ્કેલીને લીધે હારે જો દિલ;
એવા સમયે કોઈનો મળે જો સાથ અને;
"હું છું ને !" કહી કોઈ રાખે ખભા પર હાથ તો એ છે દોસ્તી..!

ક્યારેક ખુશીઓ ખરી પડે ચહેરા પર થી,
તો ક્યારેક વિચારો ના વંટોળ થી મન બને અશાંત,
ઉદાસી ની રેખા ને જો વાંચી જાણે કોઈ અને,
સ્વાર્થ વિના જ્યાં ઉડે ખુશીઓ ના રંગ તો એ છે દોસ્તી..!

નીશ્ચેટ જ્યાં હોય હોઠ છતાય;
કહ્યા વિના પણ સાંભળી જાય દિલ ની વાત,
મનના સુકા રણ માં વરસે પ્રેમ પારાવાર ને જ્યાં,
વિશ્વાસ ના તાંતણે બંધાયેલો હોય જો સબંધ તો એ છે દોસ્તી..!

-આપકા કવિરાજ



Sunday 5 June 2011

કાળ-જાળ ( વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે )




" કાશ"  વન માં સભા મળી છે પ્રાણીઓની,
સૌ ચિંતિત છે "ક્યાં ગઈ એ વનરાજી?" 
કહે દીપડો,"મૂઆ મારા ભાઈ ને હવે હુંયે મૂઓ! "
ગીધ કહે, "મારી ઘટતી વસ્તી ને કોઈ તો જુઓ!"
કહે વાઘ, "રાષ્ટ્રીય પરની ની છે હાલત કફોડી,
એક જાનવરે કર્યા શિકાર અમને ખોળી ખોળી!"

સાવજ કરે વિચાર: 'મારે હવે શું કહેવું?'
બોલ્યા,"હિન્દુસ્તાન માત્ર માં હું તો 'ગીર'માંજ છું!"
ચિત્તો ચિત્ત દઈ સાંભળતા કપાળ લૂછી બોલ્યો,
"ગયા સગા-સંબંધી હવે છો શાને રુઓ?"
હાથી ભાઈ ઊઠ્યા,સૂંઢથી આંખો ચોળી,
કહે,"લઇ જાય છે બે પગું પ્રાણી ડાળી તોડી-તોડી!"

ખિસકોલી એ ટહેલ કરી," 'કાશ..' સિવાય નથી કોઈ,
નથી રહી હવે મારા માટે ખાખરા ની છાંય!"
વનરાજ બોલ્યા ,"ઠરી ગયો તમારો જુસ્સો?
આદેશ છે મારો એના રહેઠાણ માં જઈ ઘૂસો!"  
આવે વન માં તો તેને ફાડી મારી ખાજો,
પશુ-માનવ ની કરજો હાલત ફોડી-કફોડી!"

"મને ગમે ના કદી અરણ્ય માં એની દખલગીરી,
એના ઝગડા કોલાહલ થી હું જાઉં છું ત્રાસી!"
"જંગલો કાપી બંગલો, બંગલો તોડી જંગલ નહિ શાને?
કાલ બની ને ત્રત્કીશું એના પર, માણસ હોય છોને!"
સૌ એ વધાવ્યો પ્રસ્તાવ હવે રહ્યું શું બાકી?
ત્યાર થી શરુ થઇ છે એ  કાલ ની મારી-મહામારી!

Sunday 17 April 2011

MBA FAREWELL POEM FOR MY FRIENDS..!

















Farewell ના દિવસે કહી દઉં MBA ની એક કહાની;
એક હતો હાર્દિક અને એક હતી MBA ની Batch દિવાની ! 

બંદિશ ના સાથ વિના જ્યાં આ સફર હતી અધૂરી,
Department ની છોકરીઓ હતી મયુર ના Looks ની દિવાની !

હિરલ અને સાહિલ એ જ્યાં દોસ્તી દિલ થી નિભાવી;
ચેતન-મીનાક્ષી ની Love -Story , એક ઈતિહાસ બની જવાની !

નીલેશ-કોમલ-મિત્તલ ની Sincere ટીમ અને નીલ ને સલામી,
ઉમંગ છે અમદાવાદ નો અને જીતા છે ઓખા ની !

કોલેજ ના કેમ્પસ માં નેહા ની ક્યાંક ખોવાઈ છે નાદાની,
માનસી ના સ્વભાવ ની ચોકલેટી મીઠાશ, અને ભૂમિ-ઈલા ની જવાની !

हेमल-निशांत, सोनल-नेहल के साथ जुडी है कुछ यादें पुरानी,
જીગર-મયંક-એઝાઝ ની ત્રિપુટી અને રાજ ની યારી કી સવારી !

યાદ કરે છે હાર્દિક,કહાની આ ક્યારેય જાય ના ભૂલાઈ,
દાસ્તાં એટલીજ કે,એક હતી કોલેજ અને એક હતી MBA ની Batch દિવાની..! 


Saturday 16 April 2011

FAREWELL POEM FOR MY TEACHERS














જીંદગી એક એવા મૂકામ પર પહોંચી છે આજ, 
જ્યાંથી પાછળ નજર ફેરવતા આવશે તમારી યાદ! 
જ્યાં છે Lecturs માં આપેલું Knowledge અને Comments બે-ચાર, 
એવા Mastifull Lectures ને બહું Miss કરશે કવિરાજ ! 

જ્યાં હાથી સર ના Topic Divert Lecture થી થતી Good Morning અમારી, 
ભાવેશ સર , MIS ના એકાદ ગોઠવો ને Class ! 
ઉર્વશી Mam એ શીખવી દીધું Children ને HR, 
એવા Mastifull Lectures ને બહું Miss કરશે કવિરાજ ! 

કનિષ્ક સર ના Innovative Ideas અને Marketing હજુ છે યાદ ! 
Friends , હેતલ Mam આપશે Assignment ,રહેજો તૈયાર ! 
By The Way શાહીન Mam , What Is tax Slab કહી દો ને આજ ! 
એવા Mastifull Lectures ને બહું Miss કરશે કવિરાજ ! 

બહુ ઓછા બંક કર્યા છે રૂપલ mam ના class , 
શીતલ Mam એ Lectures સાથે સંભાળ્યું Hostel નું Charge , 
પંકજ સર નું Retailingરહ્યું બહુ યાદગાર, 
Miss કરીશું એ Mastifull Lectures જે બની ગયા છે એક યાદ...! 

Wednesday 30 March 2011

ભગવાન ભૂલાયો છે

માણસ મારા જેવા થી પણ ક્યાં કળાયો છે? 
સ્વાર્થ ની આ દુનિયા માં ભોળો ભગવાન ભૂલાયો છે!

કરોડો ના મંદિરો ની દીવાલો માં પ્રભુ ચણાયો છે,
ટ્રસ્ટ ની ટંકશાલ નું સાધન ગણાયો છે,
માણસ ઈશ્વર ને વેચી ને પણ ક્યાં ધરાયો છે?
સ્વાર્થ ની આ દુનિયા માં ભોળો ભગવાન ભૂલાયો છે!

પ્રભુ ને ત્યજી ને ધુતારો બાવો પૂજાયો છે,
ઊકરડે થી ક્યાંક ભગવાન મળતો જણાયો છે!
માણસ ઈશ્વર ને ફેકી ને પણ ક્યાં શરમાયો છે?
સ્વાર્થ ની આ દુનિયા માં ભોળો ભગવાન ભૂલાયો છે!

રામ ના રમકડા માં રાવણ જી ભરાયો છે,
અંતર આત્મા પણ આજે ગીરવી મુકાયો છે!
માણસ મારા જેવા થી પણ ક્યાં કળાયો છે? 
સ્વાર્થ ની આ દુનિયા માં ભોળો ભગવાન ભૂલાયો છે!