Wednesday, 10 August 2011

મેઘા ની પધરામણી





















તપતી'તી ધરતી ને તપતા'તા આભલાં ,
ક્યારે ભરાશે નવા નીર થી આ છાબલા ?
ખેડૂતે માંડી છે મીટ ઊંડા આભ માં ,
વરસાદ વરસવા ના ભૂંડા ખ્વાબ માં !

આષાઢી ઘન ને વાયો પવન ,
હવા ચલી ગલી માં સન સનન..!
ગરજે છે વીજળી ને ધડકે છે આત્મા ,
આવ્યા છે નીર નવા સરિતા ની પાસ માં !

ઓઢ્યા છે વસુંધરા એ લીલા ચંદરવા ,
ડૂબી છે ધરતી એના પ્રીતમ ના પ્રેમ માં !
ભીંજાતા ઓરડા ને ભીંજાતા ખોરડા ,
માટી ની મહેક લઇ સમીર વાયો છે જોર માં !

ભીંજાતી સંગીની ને ભીંજાતી ધરતી ,
આવે છે વર્ષા રાણી આભ માંહી સરતી !
ભીંજાય છે લીમડાં ને ભીંજાય છે પીપળા ,
વરસતા મેઘ માં આંસુ ન દેખાય આંખ ના !

વીજળી ના કડાકા ને કળા-ડીબાંગ વાદળા ,
આ વિરહ ની વેદના નાં સરકે ના ધાબળા !
નાચી છે પ્રકૃતિ મિલન ના તાન માં ,
વધ્યાં છે જળના તળ ધરતી ની શાન માં !

પણ, ભીંજાતા હૃદય ને ક્યાં છે ખબર ?
કવિતા લખાય છે એકલતા ની આગ માં..!



No comments:

Post a Comment