Wednesday 8 June 2011

કવિરાજ ની દ્રષ્ટિ એ "દોસ્તી"




ક્યારેક કોઈને મળવાનું થાય મન તો ,
ક્યારેક કોઈને યાદ કરીને રડે આ મન..
જૂની યાદો માં ખોવાઈ જઈને ,
જો આંખો થી ખરે આંસુ તો એ છે દોસ્તી..!

ક્યારેક દિલ ને બહુ સૂનું-સૂનું લાગે,
તો ક્યારેક મુશ્કેલીને લીધે હારે જો દિલ;
એવા સમયે કોઈનો મળે જો સાથ અને;
"હું છું ને !" કહી કોઈ રાખે ખભા પર હાથ તો એ છે દોસ્તી..!

ક્યારેક ખુશીઓ ખરી પડે ચહેરા પર થી,
તો ક્યારેક વિચારો ના વંટોળ થી મન બને અશાંત,
ઉદાસી ની રેખા ને જો વાંચી જાણે કોઈ અને,
સ્વાર્થ વિના જ્યાં ઉડે ખુશીઓ ના રંગ તો એ છે દોસ્તી..!

નીશ્ચેટ જ્યાં હોય હોઠ છતાય;
કહ્યા વિના પણ સાંભળી જાય દિલ ની વાત,
મનના સુકા રણ માં વરસે પ્રેમ પારાવાર ને જ્યાં,
વિશ્વાસ ના તાંતણે બંધાયેલો હોય જો સબંધ તો એ છે દોસ્તી..!

-આપકા કવિરાજ



Sunday 5 June 2011

કાળ-જાળ ( વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે )




" કાશ"  વન માં સભા મળી છે પ્રાણીઓની,
સૌ ચિંતિત છે "ક્યાં ગઈ એ વનરાજી?" 
કહે દીપડો,"મૂઆ મારા ભાઈ ને હવે હુંયે મૂઓ! "
ગીધ કહે, "મારી ઘટતી વસ્તી ને કોઈ તો જુઓ!"
કહે વાઘ, "રાષ્ટ્રીય પરની ની છે હાલત કફોડી,
એક જાનવરે કર્યા શિકાર અમને ખોળી ખોળી!"

સાવજ કરે વિચાર: 'મારે હવે શું કહેવું?'
બોલ્યા,"હિન્દુસ્તાન માત્ર માં હું તો 'ગીર'માંજ છું!"
ચિત્તો ચિત્ત દઈ સાંભળતા કપાળ લૂછી બોલ્યો,
"ગયા સગા-સંબંધી હવે છો શાને રુઓ?"
હાથી ભાઈ ઊઠ્યા,સૂંઢથી આંખો ચોળી,
કહે,"લઇ જાય છે બે પગું પ્રાણી ડાળી તોડી-તોડી!"

ખિસકોલી એ ટહેલ કરી," 'કાશ..' સિવાય નથી કોઈ,
નથી રહી હવે મારા માટે ખાખરા ની છાંય!"
વનરાજ બોલ્યા ,"ઠરી ગયો તમારો જુસ્સો?
આદેશ છે મારો એના રહેઠાણ માં જઈ ઘૂસો!"  
આવે વન માં તો તેને ફાડી મારી ખાજો,
પશુ-માનવ ની કરજો હાલત ફોડી-કફોડી!"

"મને ગમે ના કદી અરણ્ય માં એની દખલગીરી,
એના ઝગડા કોલાહલ થી હું જાઉં છું ત્રાસી!"
"જંગલો કાપી બંગલો, બંગલો તોડી જંગલ નહિ શાને?
કાલ બની ને ત્રત્કીશું એના પર, માણસ હોય છોને!"
સૌ એ વધાવ્યો પ્રસ્તાવ હવે રહ્યું શું બાકી?
ત્યાર થી શરુ થઇ છે એ  કાલ ની મારી-મહામારી!