ક્યારેક કોઈને મળવાનું થાય મન તો ,
ક્યારેક કોઈને યાદ કરીને રડે આ મન..
જૂની યાદો માં ખોવાઈ જઈને ,
જો આંખો થી ખરે આંસુ તો એ છે દોસ્તી..!
ક્યારેક દિલ ને બહુ સૂનું-સૂનું લાગે,
તો ક્યારેક મુશ્કેલીને લીધે હારે જો દિલ;
એવા સમયે કોઈનો મળે જો સાથ અને;
"હું છું ને !" કહી કોઈ રાખે ખભા પર હાથ તો એ છે દોસ્તી..!
ક્યારેક ખુશીઓ ખરી પડે ચહેરા પર થી,
તો ક્યારેક વિચારો ના વંટોળ થી મન બને અશાંત,
ઉદાસી ની રેખા ને જો વાંચી જાણે કોઈ અને,
સ્વાર્થ વિના જ્યાં ઉડે ખુશીઓ ના રંગ તો એ છે દોસ્તી..!
નીશ્ચેટ જ્યાં હોય હોઠ છતાય;
કહ્યા વિના પણ સાંભળી જાય દિલ ની વાત,
મનના સુકા રણ માં વરસે પ્રેમ પારાવાર ને જ્યાં,
વિશ્વાસ ના તાંતણે બંધાયેલો હોય જો સબંધ તો એ છે દોસ્તી..!
-આપકા કવિરાજ

કવિરાજ જી,
ReplyDeleteઆપ બહુત બઢિ઼યા લિખતે હૈં કુછ દિનોં પહલે આપ સૂરત ગએ થે, વહૉં આપકો બહુત સે કડ઼વે મીઠે અનુભવ હુએ થે, ઉસે આપ સૂરતે બગાડ઼ી મારી સૂરત શીષ્રક સે લિખેંગે, તો મજા આ જાએગા
મહેશ પરિમલ
कविराज जी,
आप बहुत बढि़या लिखते हैं। कुछ दिनों पहले आप सूरत गए थे, वहॉं आपको बहुत से कड़वे मीठे अनुभव हुए थे, उसे आप सूरते बगाड़ी मारी सूरत शीष्रक से लिखेंगे, तो मजा आ जाएगा।
महेश परिमल
કવિરાજ જી,
આપ બહુત બઢિ઼યા લિખતે હૈં કુછ દિનોં પહલે આપ સૂરત ગએ થે, વહૉં આપકો બહુત સે કડ઼વે મીઠે અનુભવ હુએ થે, ઉસે આપ સૂરતે બગાડ઼ી મારી સૂરત શીષ્રક સે લિખેંગે, તો મજા આ જાએગા
મહેશ પરિમલ