Saturday, 13 August 2011

રક્ષાબંધન



આજે ઉઠતા ની સાથે
મારા જેવા કેટલાક લોકો ના દિલમાં
ખાલી ખાલી લાગ્યું...


હાથ પર શોભતી રાખડી
કપાળ પર કુમકુમ તિલક જોઈ
ઈર્ષ્યા થઇ...


મારા અધૂરા નસીબ ને
શું દોષ દઉં?
બસ, રડી લઉં છું એક દિ'
કાશ... મને પણ
કોઈ રાખડી બાંધનાર
બહેન હોત...!





Wednesday, 10 August 2011

મેઘા ની પધરામણી





















તપતી'તી ધરતી ને તપતા'તા આભલાં ,
ક્યારે ભરાશે નવા નીર થી આ છાબલા ?
ખેડૂતે માંડી છે મીટ ઊંડા આભ માં ,
વરસાદ વરસવા ના ભૂંડા ખ્વાબ માં !

આષાઢી ઘન ને વાયો પવન ,
હવા ચલી ગલી માં સન સનન..!
ગરજે છે વીજળી ને ધડકે છે આત્મા ,
આવ્યા છે નીર નવા સરિતા ની પાસ માં !

ઓઢ્યા છે વસુંધરા એ લીલા ચંદરવા ,
ડૂબી છે ધરતી એના પ્રીતમ ના પ્રેમ માં !
ભીંજાતા ઓરડા ને ભીંજાતા ખોરડા ,
માટી ની મહેક લઇ સમીર વાયો છે જોર માં !

ભીંજાતી સંગીની ને ભીંજાતી ધરતી ,
આવે છે વર્ષા રાણી આભ માંહી સરતી !
ભીંજાય છે લીમડાં ને ભીંજાય છે પીપળા ,
વરસતા મેઘ માં આંસુ ન દેખાય આંખ ના !

વીજળી ના કડાકા ને કળા-ડીબાંગ વાદળા ,
આ વિરહ ની વેદના નાં સરકે ના ધાબળા !
નાચી છે પ્રકૃતિ મિલન ના તાન માં ,
વધ્યાં છે જળના તળ ધરતી ની શાન માં !

પણ, ભીંજાતા હૃદય ને ક્યાં છે ખબર ?
કવિતા લખાય છે એકલતા ની આગ માં..!